brs image

Bachelor of Rural Studies (Rural Farm Management)
બેચલર ઑફ રૂરલ સ્ટડીઝ (બી.આર.એસ.)

ગ્રામ સેવા મહાવિદ્યાલય માં બીઆરએસ કોર્સની શરૂઆત ૧૯૮૫ થી થઈ. ૧૯૯૭માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્નિત થતા પહેલા ગ્રામસેવા મહાવિદ્યાલય દ્વારા સરકાર માન્ય પદવી આપવામાં આવતી હતી. ગાંધીવાદી વિચારો પર આધારિત આ અભ્યાસક્રમમાં ગ્રામીણ કક્ષા એ સ્વ નિર્ભર જીવન જીવી શકાય તે માટે પશુપાલન અને ડેરી વિજ્ઞાન, વિસ્તરણ, સજીવ ખેતી, બાગાયત ખેતી, વગેરે જેવા વિષયોમાં અનુભવી અધ્યાપકો દ્વારા તાલીમ આપવામાં આવે છે. અભ્યાસક્રમમાં વર્ષ દરમિયાન ૨૫૦ કલાકનું શ્રમકાર્ય અનિવાર્ય છે, તથા નક્કી કરેલ ખાદીનો ગણવેશ દરેક વિદ્યાર્થી માટે અનિવાર્ય છે. સમૂહ જીવનનો અનુભવ થાય તે માટે દરેક વિદ્યાર્થીએ છાત્રાલયમાં ફરજિયાત નિવાસ કરવાનો હોય છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન વિશેષ કાર્યક્રમો જેવા કે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, વિદ્યાર્થી વાલી સંમેલન વગેરેનું આયોજન કરવામાં આવે છે.

સમયગાળો

૩ વર્ષ(બી.આર.એસ.)
૪ વર્ષ(બી.આર.એસ. ઓનર્સ)

બેઠકોની સંખ્યા

૬૦

મુખ્ય વિષયો

ક્ષેત્રવિદ્યા, પશુપાલન અને ડેરી વિજ્ઞાન, ગ્રામ વિસ્તરણ.

અન્ય વિષયો

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગાંધીવિચાર, ગાંધીજીવન દર્શન, ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ, ગ્રામ અર્થશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર-સફાઈ વિજ્ઞાન, સામાજિક વિસ્તરણ શિક્ષણ, જગતના ધર્મો - રાજનીતિ શાસ્ત્ર, સહકાર, જમીન વિજ્ઞાન - જમીન વ્યવસ્થા, બાગાયત - પાક ઉત્પાદન, પશુપાલન, ખેતી સંશોધન - આંકડાશાસ્ત્ર, કૃષિ રસાયણશાસ્ત્ર, કૃષિ ઇજનેરી, પાક સંરક્ષણ, પાક સંવર્ધન, ક્ષેત્ર વ્યવસ્થા, પર્યાવરણ, કમ્પ્યુટર, નામુ, ભગવદગીતા, સજીવ ખેતી, સ્વૈચ્છિક સંસ્થાઓનું વ્યવસ્થાપન, કૃષિલક્ષી કાયદાઓ, ગ્રામવિકાસ, ટકાઉખેતી

સહઅભ્યાસ પ્રવૃત્તિઓ

કાર્યાનુભવ (કેન્દ્રનિવાસ - શિક્ષણ નિવાસ), પ્રયોગ, પ્રત્યક્ષકાર્ય - પ્રદર્શન - નિદર્શન, શૈક્ષણિક પ્રવાસ, મુલાકાતો N.S.S. પ્રવૃતિઓ, રાષ્ટ્રભાષા હિન્દી - ગાંધીવિચાર - પર્યાવરણ - સામાન્યજ્ઞાન વગેરેની જાહેર પરીક્ષાઓ, વિવિધ પ્રકારના શિબિર - સંમેલનો, તાલીમ કાર્યક્રમો, ઉત્સવો - તહેવારો - પર્વો - મહાપુરુષોના જન્મદિન - પુણ્યતિથિ ઉજવણી, દૈનિક વિદ્યાર્થી સંમેલન (વક્તવ્ય, ચર્ચાસભા, સમૂહ ગીતો, કાર્યકર વક્તવ્ય, ક્વિઝ, સરકારશ્રી ના કાર્યક્રમો, વિદ્યાર્થી વ્યક્તિત્વ વિકાસ પ્રવૃતિ)

પરીક્ષા અને ગુણભાર

દરેક ક્ષેત્રના અંતે તમામ વિષયોની યુનિવર્સિટી દ્વારા ૭૦% ગુણભારની સત્રાંત પરીક્ષા. દરેક વિષયનો સંસ્થા દ્વારા ૩૦% ગુણભારનું આંતરિક મૂલ્યાંકન. વિદ્યાર્થીઓએ દરેક વિષયના આંતરિક અને સત્રાંત મૂલ્યાંકનમાં ૪૦% ગુણભાર થી ઉત્તિર્ણ થવું અનિવાર્ય.

પ્રમાણપત્ર / પદવી

નવી શિક્ષણનીતિ ૨૦૨૦ મુજબ,
૧) ૨ સેમેસ્ટર પૂર્ણ કરનાર વિદ્યાર્થીને યુ. જી. સર્ટીફીકેટ
૨) ૪ સેમેસ્ટર પૂર્ણ કરનાર વિદ્યાર્થીને યુ. જી. ડિપ્લોમા
૩) ૬ સેમેસ્ટર ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી.આર.એસ. પદવી
૪) ૮ સેમેસ્ટર ઉત્તિર્ણ વિદ્યાર્થીને બી.આર.એસ. (ઓનર્સ) પદવી

ફીની વિગતો

વર્ષ દરમિયાન સરકારમાં તથા યુનિવર્સિટીમાં ભરવાની લવાજમ ની રકમ રૂ. ૫00/-, અન્ય પરચુરણ ખર્ચ તથા ભોજન લવાજમ મળી કુલ અંદાજિત વાર્ષિક ખર્ચ રૂ. ૨૨,000/-, જે વર્ષના પ્રથમ અને બીજા સત્રના આરંભે બે હપ્તામાં ભરવી જરૂરી.

શિષ્યવૃત્તિ

એસ.ટી., એસ.સી., ઓ.બી.સી. વિદ્યાર્થીઓને સરકારના ધારાધોરણો પ્રમાણે શિષ્યવૃત્તિ અને ફૂડ બીલ સહાય મળવાપાત્ર. આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ રજાના દિવસે સંસ્થા વિભાગોમાં શ્રમકાર્ય કરીને બેવડું ઉપાર્જન મેળવી શકે તેવી યોજના અમલમાં.

આગળ અભ્યાસના ક્ષેત્રો

એમ.આર.એસ., એમ.એસ.ડબલ્યુ., એમ.આર.એમ., એમ.એચ.આર.એમ., એમ.એ., બી.એડ.

સેવાક્ષેત્રો

  • શિક્ષક, અધ્યાપક, આચાર્ય
  • ગૃહપતિ, છાત્રાલય વ્યવસ્થાપકો
  • સરકારી કચેરી - નિગમોમાં વિવિધ હોદ્દાઓ ઉપર
  • વિસ્તરણ અધિકારી, ખેતી - બાગાયત મદદનીશ, ગ્રામસેવક, પોલીસ, જિલ્લા વિસ્તરણ અધિકારી, સમાજ-કલ્યાણ અધિકારી
  • પોતાની સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા ગ્રામ વિકાસ ના કામો
  • જિલ્લા સહકારી ડેરીઓમાં સુપરવાઇઝર, કેન્દ્ર ઇન્ચાર્જ
  • પોતાનો સ્વતંત્ર વ્યવસાય (કૃષિ - ડેરી ફાર્મ - સજીવ ખેતી)
  • આરોગ્યક્ષેત્રની સરકારી - બિનસરકારી સંસ્થાઓમાં
  • ખેતી ઉત્પાદન નિકાસ, પ્રાકૃતિક ખેતી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, ખેતી ઉત્પાદન મૂલ્યવર્ધન
  • રાષ્ટ્રીયકૃત - સહકારી - ખાનગી બેંકોમાં ગૃહ-ફાઇનાન્સ