ગ્રામસેવા મહાવિદ્યાલય, ગ્રામભારતી અમરાપુર

  • સંલગ્ન યુનિવર્સિટી

  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ - ૧૯૯૭ થી ૨૦૧૬.
    ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ - જૂન ૨૦૧૬ થી અમલમાં.
    યુનિવર્સિટી કોડ:- ૬૭૪
    કોલેજ કોડ:- ૨૮

  • અભ્યાસક્રમ માન્યતાનો ઠરાવ

  • ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક: ગઉશ/૧૧૮૫/૩૪૨0૯/ખ/૧૩૪૫0/૫૨ તા. ૨૯/૧૧/૧૯૮૫

  • મહાવિદ્યાલય પ્રારંભ

  • તા. ૨૪/૧૨/૧૯૮૫ ના રોજ શ્રી મ. જો. પટેલના હસ્તે.

  • ગ્રામવિદ્યાપીઠ ઉદ્ઘાટન

  • તા. ૧૪/૦૧/૧૯૮૬ ના રોજ શ્રી ઉમાશંકર જોશી અને શ્રી મનુભાઈ પંચોળીના હસ્તે.

  • પ્રથમ પદવીદાન સમારંભ

  • ફેબ્રુઆરી, ૧૯૯૨ માં શ્રી મણીભાઈ દેસાઈ અને શ્રી બાબુભાઈ પટેલના હસ્તે.

  • સંચાલક

  • ડૉ. રઘુવીર ચૌધરી

  • નિયામક

  • શ્રી અમૃતભાઈ પટેલ

  • આચાર્ય

  • શ્રી હર્ષદભાઈ પટેલ

  • UGC NAAC મૂલ્યાંકન ગ્રેડ 'B'

  • ૨.૬૭ CGPA સાથે

  • હાલમાં ચાલતા અભ્યાસક્રમો

  • બેચલર ઑફ રૂરલ સ્ટડીઝ (બી.આર.એસ.)

  • અભ્યાસક્રમનો સમયગાળો

  • ત્રણ વર્ષ: બી.આર.એસ. સ્નાતક
    ચાર વર્ષ: બી.આર.એસ. ઓનર્સ

સંસ્થાના વિદ્યાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની આર્થિક સ્થિતિ નબળી છે તેઓ રજાના દિવસે સંસ્થાના જુદા જુદા વિભાગોમાં શ્રમ કાર્ય કરવા જાય છે. આ યોજનામાં વિદ્યાર્થીને જેટલું આર્થિક ઉપાર્જન થાય છે તેટલી જ સહાય સંસ્થા વિદ્યાર્થીને ચૂકવે છે. આ યોજનાના સંયોજક તરીકે શ્રી વિનોદભાઈ જોશી કાર્યરત છે. વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧૧ વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લીધેલ છે.

સંસ્થાના શરૂઆતથી જ સંસ્થામાં બાગાયતી ખેતી કરવામાં આવે છે. 75 એકર જમીનમાં જુદા જુદા પાકોનું વાવેતર કરેલ છે. સંસ્થાના પરિસરમાં 15 જેટલા ફળ પાકો છે. આંબા, ચીકુ, નારિયેળ, સીતાફળ, રામફળ, જામફળ, કેળા, પપૈયા, ખજૂર, ફણસ, સફેદ જાંબુ, કાળા જાંબુ, આમળા, વગેરે જેવા ફળ પાકોની સજીવ ખેતી પદ્ધતિથી માવજત કરવામાં આવે છે.

સંસ્થા દ્વારા ગ્રીનશાળા પ્રોજેક્ટમાં સંપૂર્ણ સજીવ ખેતી પદ્ધતિથી શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે પ્રોજેક્ટમાં રીંગણ, મરચા, ટામેટા, ગીલોડી, ડુંગળી, ધાણા, મેથી, પાલક, ગાજર, બટાટા, પાપડી, દૂધી જેવા શાકભાજી વાવ્યા છે. છાત્રાલય અને પરિવારમાં શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે.

ગ્રામસેવા મહાવિદ્યાલયમાં અભ્યાસ સાથે શ્રમ અનિવાર્ય છે. વિદ્યાલયના દરેક વિદ્યાર્થીએ ૨૫૦ કલાકનું શ્રમદાન કરવાનું હોય છે. શ્રમકાર્ય ગૌશાળા, બાગાયતી ટ્રસ્ટખેતી, છાત્રાલય, નર્સરી, ગ્રંથાલય વગેરે વિભાગોમાં ગોઠવાય છે અને વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ અનુભવ મેળવે છે.

સંસ્થાના છાત્રાલયો, પરિવારોને શુદ્ધ, સાત્વિક દૂધ મળી રહે તે હેતુથી ૧૯૬૧માં ગોકુળ ગૌશાળા ની શરૂઆત થઈ. મહાવિદ્યાલયના પશુપાલનના વિદ્યાર્થીઓ ગૌપાલન વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે. ગૌશાળામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને ઉપયોગી થાય તે માટે ચારા ખેતી, પશુપાલન ક્ષેત્રે પ્રયોગો કરવામાં આવે છે. ગૌશાળામાં નાના મોટા 76 પશુઓ છે, જેનું વાર્ષિક દૂધ ઉત્પાદન ૨૮,૪૧૯.૪ લીટર થાય છે. ગાય દીઠ સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન ૪ + ૬ લિટર જેટલું છે. વધારાનું દૂધ અમરાપુર દૂધ મંડળીમાં મોકલવામાં આવે છે.

મહાવિદ્યાલય છેલ્લા 20 વર્ષથી કંદમૂળના પાકોનું પાક નિદર્શન કરે છે. એમાં સુરણ, રતાળુ, પીંડી, આંબા હળદર, સફેદ હળદર, અડવી, શક્કરીયા, ટેપીઓકા જેવા પાક વાવવામાં આવે છે. સૂરણનું વેચાણ છાત્રાલય પરિવારમાં કરાય છે. ચાલુ વર્ષે ૫૦ મણ જેટલી હળદર વિદ્યાર્થીઓએ કાઢી, સુકવી, દળાવીને સંસ્થાના છાત્રાલયોમાં વેચાણ રૂપે આપી.

વિદ્યાર્થીઓ

અધ્યાપકો

સુવિધાઓ

કમ્પ્યુટર લેબ

હાલના સમયમાં અત્યંત જરૂરી એવું કમ્પ્યુટરનું જ્ઞાન વિદ્યાર્થીઓને મળી રહે તે માટે આધુનિક કોમ્પ્યુટર થી સજ્જ લેબ.

પુસ્તકાલય

વિદ્યાર્થીઓને તેમની કક્ષાના વિષયમાં રસ અને રુચિ કેળવાય તે માટેના પુસ્તકો પુસ્તકાલયમાં ઉપલબ્ધ કરવામાં આવેલા છે.

છાત્રાલય

વિદ્યાર્થીઓને સમૂહ જીવનનો અનુભવ મળી રહે તે માટે છાત્રાલયની સુવિધા.

કૃષિ રસાયણ લેબ

કૃષિ સંબંધિત પ્રયોગો માટે અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ કૃષિ રસાયણ લેબ.